સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે શ્રી ઉમિયા માતાજીની અસીમકૃપાથી ગામ કાંસા (હાલ ભરૂચ) નિવાસી અ.સૌ. નીલમબેન તથા શ્રી પટેલ કમલેશકુમાર રામાભાઈની સુપુત્રી
(ગામ ખેરવા (હાલ મહેસાણા) નિવાસી અ.સૌ. નયનાબેન તથા શ્રી પટેલ કમલેશકુમાર રેવીદાસના સુપુત્ર) સાથે સંવત ૨૦૮૩ કારતક વદ ૨ (બીજ) ને ગુરૂવાર તા. ૨૬-૧૧-૨૦૨૬ના શુભ દિને નિરધાર્યા છે, તો આ શુભ અવસરે પરિવારની જે ઘરના આંગણામાં રમતી હતી, તે પિયરની માયા વિસરી, કુટુંબની લાગણીઓની પીઠી ચોળી, માતાપિતાની મમતાનું મીંઢળ બાંધી, દાદાદાદીના માયાના માંડવા નીચે, ભાઈના પ્રેમની યાદો સાથે, મામા-મામીના હેતનું પાનેતર પહેરી, શુકનવંતા કંકુવર્ણા કંગન પહેરી, વૈદિક મંત્રોચ્ચાર સાથે અગ્નિદેવની સાક્ષીએ દામ્પત્ય જીવનની કેડી પર કદમ માંડી રહેલ છે.
કોડભર્યા નવદંપતિને અંતરના શુભ આશિષ આપવા આપશ્રી પધારી અમારા અવસરની શોભામાં અભિવૃધ્ધિ કરશોજી.
હસતી અને હસાવતી, સુંદર અને સોહામણી, માણેક કરતાં મોંઘી, સોના કરતાં સવાઈ, રૂપા કરતાં રૂડી એવી અમારી લાડલી દીદી/માસી/ફોઈના લગ્નમાં જરૂરથી આવજો...